(ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે 16 ફેબ્રુઆરી, 2025એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. 22 માર્ચે ક્રિકેટના આ મહાકુંભનો પ્રારંભ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. મેગા ઇવેન્ટની ફાઇનલ પણ 25મે ઈડન ગાર્ડન્સમાં રમાશે. આઇપીએલની આ 18મી સિઝન 65 દિવસ સુધી ચાલશે, જેમાં કુલ 74 મેચો રમાશે. ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ રમાશે.

લીગ સ્ટેજની મેચો 22 માર્ચથી 18 મે સુધી રમાશે. પ્લેઓફ 20 મેથી 25 મે દરમિયાન થશે. ગયા વખતની જેમ આ વખતે પણ સીઝનમાં IPLમાં 10 ટીમો ભાગ લેશે. આ તમામ મેચ ભારતના જ 13 સ્થળો પર હશે. બપોરે 3.30 વાગ્યે અને સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.

આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ હશે. IPLમાં ડબલ હેડરનો મતલબ એક દિવસમાં બે મેચ થાય છે.

LEAVE A REPLY