(ANI Photo)
ભારતના મહાન ટેનિસ ખેલાડીઓ લીએન્ડર પેસ અને વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમનું સન્માન અપાયું છે. આ બંને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા સૌપ્રથમ એશિયન પુરૂષ ખેલાડી છે. લીએન્ડર પેસના નામે 1996માં આટલાન્ટા ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ હાંસલ કરવાની સિદ્ધી છે. આ ઉપરાંત ગ્રાંડ સ્લેમમાં તે પુરૂષોની ડબલ્સમાં 8 અને મિક્સ્ડ ડબલ્સમાં 10 ટાઈટલ હાંસલ કરી ચૂક્યો છે.
તે અનેક વખત ડેવિસ કપ વિજેતા પણ રહ્યો છે. પેસનો હોલ ઓફ ફેમમાં ખેલાડીની શ્રેણીમાં સમાવેશ કરાયો છે. 70 વર્ષના અમૃતરાજે 1970માં ડેબ્યૂ કર્યું કતું અને 1993માં ટેનિસમાંથી સંન્યાસ લીધો હતો. આ ગાળામાં તેમણે 15 એટીપી સિંગલ્સ ટાઈટલ અને 399 મેચમાં વિજય હાંસલ કર્યો હતો. ભારત 1974 અને 1987માં ડેવિસ કપ ફાઈનલમાં પહોંચ્યું, તેમાં વિજય અમૃતરાજનું મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું. તેમનો હોલ ઓફ ફેમમાં ઈવાન્સ સાથે યોગદાન આપનારાની શ્રેણીમાં સમાવેશ કરાયો હતો.

LEAVE A REPLY