બ્રિટનના હિન્દુઓની અંબ્રેલા બોડી ઇનસાઇટ યુકેએ બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ નરસંહારની સખત નિંદા કરી વૈશ્વિક સત્તાવાળાઓને હિંદુઓની દુર્દશાને નજરઅંદાજ ન કરવા અને નરસંહારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા આહ્વાન કર્યું છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને હાંકી કાઢ્યા પછી ફાટી નીકળેલી હિંસામાં બાંગ્લાદેશમાં હિંદુઓને વ્યાપકપણે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. હિન્દુઓના આ નરસંહાર વિશે માનવ અધિકાર જૂથો, મીડિયા અને રાજકારણીઓના પ્રતિસાદ અંગે ગંભીર ચિંતા ઉભી થઇ છે. ઇસ્લામીસ્ટ્સ દ્વારા સુવ્યવસ્થિત હુમલાઓમાં હિંદુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવે છે. હિંદુ લોકો, તેમના મંદિરો, ઘરો અને મિલકતોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના પરિણામે હત્યા, મોબ લિંચિંગ, તોડફોડ, આગચંપી, બળાત્કાર અને હિંસા થઈ છે.
હિંદુ મહિલાઓ અને હિંદુ ધર્મસ્થાનોને ઈસ્લામિસ્ટ્સ દ્વારા ધમકીઓ આપતા ડઝનબંધ વીડિયો ફરી રહ્યા છે અને હિંદુઓ હવે પડોશી ભારતમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માનવાધિકાર જૂથોએ જાન્યુઆરી 2013 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે બાંગ્લાદેશના હિંદુ સમુદાય પર ઓછામાં ઓછા 3,679 હુમલાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. ગયા અઠવાડિયામાં દેશ અશાંતિમાં ડૂબી ગયો ત્યારથી આ લક્ષિત હિંસા વધી છે. કમનસીબે, બહુ ઓછા લોકોએ બાંગ્લાદેશી હિંદુઓ માટે અવાજ ઉઠાવ્યો છે. મીડિયા, રાજકારણીઓ, કાર્યકરો અને માનવાધિકાર જૂથો બહુ ઓછું કામ કરતા દેખાય છે. આ સમયે તમામ સમુદાયો માટે ધાર્મિક અસહિષ્ણુતા સામે ઊભા રહેવું અને લઘુમતીઓનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.
ઇનસાઇટ યુકે બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ થાય અને હિંસા ભડકાવનારાઓને જવાબદાર ઠેરવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે માનવાધિકાર સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, હિંદુ સંગઠનો અને વધુ સાથે કામ કરશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓના ચાલી રહેલા નરસંહાર અંગે બંગાળી હિન્દુ આદર્શ સ્નાગ (BHAS) દ્વારા એક ફેક્ટ શીટ તૈયાર કરવામાં આવી છે જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા બાંગ્લાદેશમાં તાજેતરના હિંદુ નરસંહારના પ્રયાસોને આવરી લે છે.