ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ ત્રણ ભારતીય નાગરિકોને મૃત્યુ દંડની સજા થવાની સંભાવના છે. તાજેતરમાં એક મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, જુલાઈ 2024માં ઇન્ડોનેશિયામાં અટકાયત કરવામાં આવેલા આ ત્રણેય પર સિંગાપોરના એક જહાજમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપ છે. સિંગાપોરના શિપિંગ ઉદ્યોગમાં કાર્યરત 38 વર્ષીય રાજુ મુથુકુમારન, 34 વર્ષીય સેલ્વાદુરાઈ દિનાકરન, અને 45 વર્ષીય ગોવિંધાસામી વિમલકંધનની લિજેન્ડ એક્વેરિયસ કાર્ગો જહાજમાં 106 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ તમિલનાડુના રહેવાસી છે. એક બાતમીના આધારે ઇન્ડોનેશિયાના અધિકારીઓએ સિંગાપોરથી ફેરી દ્વારા જઇને અંદાજે એક કલાકના અંતરે કરીમુન જિલ્લાના પોંગકરના દરિયામાં જહાજને અટકાવ્યું હતું. કોર્ટમાં આ કેસ અત્યારે ચાલી રહ્યો છે અને તેનો ચુકાદો 15 એપ્રિલના રોજ આવે તેવી સંભાવના છે.
આ ગુના અંગે બાટમમાં 17 જુલાઇ, 2024ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડોનેશિયન નેશનલ નાર્કોટિક એજન્સીના વડા માર્થિનસ હુકોમે આરોપ મુક્યો હતો કે, આ ત્રણેય ડ્ર્ગની માલિકી ધરાવતા હતા અને તેમણે જ તેની હેરાફેરી કરી હતી.

LEAVE A REPLY