ભારતની ઈન્ડિગો એરલાઇન્સે જણાવ્યું હતું કે, તે ઊનાળાની સિઝનમાં યુરોપની ફ્લાઈટ વધારવા માટે વધુ ત્રણ બોઈંગ વિમાન લીઝ પર લેશે. નોર્સ એટલાન્ટિક એરવેઝ સાથે આ લીઝ નક્કી થઇ છે. અત્યારે ઈન્ડિગો પાસે બે વાઈડબોડી બોઈંગ 777 વિમાન છે, જે તુર્કીની એરલાઈન્સ પાસેથી તેણે લીઝ પર લીધા છે, જેનો ઉપયોગ તે દિલ્હીથી ઈસ્તાંબુલ અને મુંબઈથી ઈસ્તંબુલની સર્વિસ માટે કરે છે. ગત મહિનાની શરૂઆતમાં ઈન્ડિગોએ બોઈંગ 787 નોર્સ એટલાન્ટિક એરવેઝના એક વિમાન માટે ડીલ કરી હતી. આ પ્રથમ વાઈડ બોડી બોઈંગ 787 વિમાનની ડિલીવરી ટૂંક સમયમાં થશે અને તેની પ્રથમ ફ્લાઈટ દિલ્હી-બેંગકોક વચ્ચે 1 માર્ચથી શરૂ થઇ છે. આ ઉપરાંત ઈન્ડિગો નોર્થ એટલાન્ટિક એરવેઝ સાથે ત્રણ 787-9 વિમાન લીઝ પર લેવા કરાર કર્યા છે. જૂન પછી આ વિમાનની ડિલીવરી થશે જે ભારતમાં લાંબા રૂટની મુસાફરી માટે પણ ઉપયોગમાં લેવાશે. શરૂઆતમાં આ ત્રણ વિમાન છ મહિનાના લીઝ પર લેવાશે અને જો ફ્લાઈટ સફળ રહેશે તો કંપની 18 મહિના માટે તે લીઝ લંબાવશે.
ઈન્ડિગોએ કહ્યું હતું કે તે નોર્સ એટલાન્ટિક એરવેઝ સાથે વધુ ભાગીદારી કરી રહી છે અને યુરોપના બજારમાં તેનું વર્ચસ્વ વધારવા માગે છે. કંપની વિદેશથી ભારતમાં આવન-જાવન કરતાં પ્રવાસીઓને વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરી રહી છે. આ ચાર બોઈંગ વિમાનની ડિલિવરી થશે તે પછી કંપની પાસે કુલ છ વાઈડ બોડી પ્લેન થશે જેમાં ચાર B787 અને બે B777 રહેશે. તેની કુલ ઓપેરશન ફ્લીટ 355 છે.
