ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે 'ઓપરેશન બ્રહ્મા' મિશન હેઠળ ભારતે શનિવારે ગાઝિયાબાદના હિંડોન એરફોર્સ બેઝ પરથી 80 સભ્યોની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ટીમ રવાના કરી હતી. . (ANI Photo)

ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે ‘ઓપરેશન બ્રહ્મા’ નામનું ઇમર્જન્સી મિશન ચાલુ કર્યું હતું અને 15 ટન રાહત સામગ્રી પહોંચી હતી. ભારત બચાવ ટીમો સાથે હવાઈ અને દરિયાઈ માર્ગે વધુ રાહત સામગ્રી મોકલી રહ્યું છે.

પાડોશી દેશને મદદ કરવાના નવી દિલ્હીના મજબૂત સંકલ્પના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સિનિર જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાતચીત કરી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS સાવિત્રી 40 ટન માનવતાવાદી સહાય લઈ જઈ રહ્યા છે અને યાંગોન બંદર તરફ આગળ વધી રહ્યા છે. NDRFની 80 સભ્યોની સર્ચ અને રેસ્ક્યુ ટીમ પણ પહોંચી રહી છે.

 

LEAVE A REPLY