ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે રવિવારે દુબઈમાં ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ હાંસલ કર્યો હતો, તેમાં કેટલાક વિશિષ્ટ રેકોર્ડ પણ નોંધાયા હતા. આઈસીસીની કોઈપણ વન-ડે ટુર્નામેન્ટમાં છેક સુધી અજેય રહી ભારતની ટીમ ચેમ્પિયન બની તે પહેલા આવી સિદ્ધિ કોઈએ હાંસલ કરી નહોતી.
બીજી વિશિષ્ટતા એ હતી કે રોહિત શર્મા પાંચેય મેચમાં ટોસ હાર્યો હતો અને છતાં ટીમ દરેક મેચમાં વિજયી રહી હતી તે પણ એક રેકોર્ડ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ ટાઈટલ હાંસલ કરનારી ભારત પહેલી ટીમ છે. અગાઉ ભારતે 2002માં ગાંગુલીના સુકાનીપદે ટ્રોફી હાંસલ કરી ત્યારે ભારત – શ્રીલંકા સંયુક્ત વિજેતા રહ્યા હતા. એ પછી ધોનીના સુકાનીપદે ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ હાંસલ કર્યો હતો.
