ભારતનું વિદેશી હુંડિયામણ (ફોરેક્સ રીઝર્વ) 6 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 5.248 બિલિયન ડોલર વધીને 689.235 બિલિયન ડોલરની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 2.299 બિલિયન ડોલર ઉછળીને 683.987 બિલિયન ડોલર થયું હતું.
6 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 5.107 બિલિયન ડોલર વધીને 599.037 બિલિયન ડોલર થઈ હતી. આમ એફસીએ 604.144 બિલિયન ડોલર જેટલી થઈ હતી. ડોલર ટર્મમાં દર્શાવાતી એફસીએમાં ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ, યેન, વગેરેની સરખામણીમાં રૂપિયામાં થતા ફેરફારનો સમાવેશ થાય છે. ગોલ્ડ રીઝર્વ 12.9 કરોડ ડોલર વધીને 61.988 બિલિયન ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 40 લાખ ડોલર વધીને 18.472 બિલિયન ડોલર થયું હતું. આ દરમિયાન ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 90 લાખ ડોલર વધીને 4.631 બિલિયન ડોલર નોંધાયું હતું.

LEAVE A REPLY