રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ભારતનું ફોરેક્સ રીઝર્વ 675 બિલિયન ડોલરની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. અગાઉ 19 જુલાઈએ ફોરેક્સ રીઝર્વ 670.857 બિલિયન ડોલર થયું ત્યારે નવી ટોચ બનાવી હતી. દાસે વધુમાં કહ્યું હતું કે એકંદરે વિદેશી હુંડિયામણની સ્થિતિ મજબૂત છે અને મહત્વના ઈન્ડિકેટર્સમાં સુધારો પણ તે દર્શાવે છે. ભારત એક્સટર્નલ ફાઈનાન્સિંગની જરૂરિયાત ખૂબ જ સારી રીતે પૂરી કરી શકે તેવી સ્થિતિમાં છે.
દાસે કહ્યું કે જૂન મહિનાથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સ્થાનિક માર્કેટમાં નેટ બાયર રહ્યા છે અને તેમણે જૂનથી 6 ઓગસ્ટ સુધીમાં 9.7 બિલિયન ડોલર ઠાલવ્યા છે. એપ્રિલ-મેમાં તેમણે 4.2 બિલિયન ડોલર પાછા ખેંચી લીધા હતા. તેમણે કહ્યું કે કુલ વિદેશી સીધું રોકાણ (FDI) એપ્રિલ-મે 2024માં 20 ટકાથી વધુ વધ્યું હતું. નેટ એફડીઆઈ ફ્લો આ ગાળામાં ડબલ થયો હતો. ભારતીય કંપનીઓ દ્વારા એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ECB) નરમ પડ્યું હતું, પરંતુ નોન-રેસિડેન્ટ ડિપોઝીટ્સમાં વધારો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY