ભારતનું ફોરેક્સ રીઝર્વ 28 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 6.596 બિલિયન ડોલર વધીને 665.396 બિલિયન ડોલર પર પહોંચ્યું હોવાનું રીઝર્વ બેન્કે તાજેતરમાં જણાવ્યું હતું. અગાઉના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 4.529 બિલિયન ડોલર વધીને 658.8 બિલિયન ડોલર નોંધાયું હતું. સતત ચોથા સપ્તાહે ફોરેક્સ રીઝર્વમાં વધારો થયો છે. ફોરેક્સ રીઝર્વ સપ્ટેમ્બર-2024ના અંતે 704.885 બિલિયન ડોલરની ઐતિહાસિક સપાટીએ ગયા પછી તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 28 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 6.158 બિલિયન ડોલર વધીને 565.014 બિલિયન ડોલર થયું હતું. ગોલ્ડ રીઝર્વ 51.9 કરોડ ડોલર વધીને 77.793 બિલિયન ડોલર નોંધાયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 6.5 કરોડ ડોલર ઘટીને 18.176 બિલિયન ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 1.6 કરોડ ડોલર ઘટીને 4.413 બિલિયન ડોલર થયું હતું.

LEAVE A REPLY