(Photo by NARINDER NANU/AFP via Getty Images)

ભારતે અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે બિડ કરી છે. ગેમ્સનું આયોજન કરવા માટે ‘ઇરાદાપત્ર’ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે અને થોડા દિવસો પહેલા ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) મારફત ભારતે ઇરાદાપત્ર સબમિટ કર્યા છે.

સ્પોર્ટ્સ મંત્રાલયના સૂત્રે જણાવ્યું કે “હા, એ સાચું છે કે, 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બિડ IOA અને ગુજરાત રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે.”

ભારતને કોમનવેલ્થ ગેમ્સ આયોજન કરવાની તક મળશે તો તે અમદાવાદ શહેરમાં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) (નવું નામ કોમનવેલ્થ સ્પોર્ટ) હવે મૂલ્યાંકન પ્રક્રિયા હાથ કરશે અને યજમાનનો અંતિમ નિર્ણય CGF જનરલ એસેમ્બલી કરશે.

ભારતે છેલ્લે 2010માં CWGનું આયોજન કર્યું હતું. ભારત 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવાનું યોજના ધરાવે છે.

CGFના CEO કેટી સેડલીર 2030 CWGની યજમાની કરવાની ભારતની દરખાસ્ત અંગે ખુલ્લુ મન ધરાવે છે અને કહ્યું હતું કે તે યોગ્ય દિશામાં એક પગલું હશે કારણ કે દેશ 2036 ઓલિમ્પિકમાં યજમાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.
તાજેતરના વર્ષોમાં CWGના યજમાન શોધવા મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે. 2026ની આવૃત્તિમાં ઉથલપાથલ મચી ગઈ હતી, કારણ કે મૂળ યજમાન વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયામાં) વધતા ખર્ચને કારણે ખસી ગયું હતું. આ પછી ગ્લાસગો આ ઇવેન્ટ યોજાઈ હતી,

LEAVE A REPLY