ભારતની મહિલા હૉકી ટીમે જૂનિયર એશિયા કપ 2024માં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં તેનો ચીન સામે 3-2થી વિજય થયો હતો. રાબેતા મુજબના સમયમાં બન્ને ટીમો 1 – 1 થી બરાબરીમાં રહી હતી. એ પછી પેનલ્ટી શૂટાઉટમાં પાકિસ્તાનને 3-2થી હરાવી ભારતીય યુવા મહિલા ટીમ ચેમ્પિયન બની હતી. ભારત તરફથી સાક્ષી રાણા, મુમતાઝ ખાન અને ઈશિકાએ ગોલ કર્યા હતા. ગોલકીપર નિધિએ પણ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચીને સારી શરૂઆત કરી 30મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ભારતીય ટીમ હાફ ટાઈમ સુધી પાછળ રહી હતી. પરંતુ એ પછી કનિકાએ ગોલ કરીને ભારતને બરાબરી પર લાવી દીધું હતું.
પેનલ્ટી શૂટાઉટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. ભારત તરફથી સાક્ષી રાણાએ પ્રથમ પ્રયાસમાં જ ગોલ કર્યો હતો. મુમતાઝનો બીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ઈશિકાનો ત્રીજો પ્રયાસ સફળ રહ્યો હતો. આ પછી કનિકાએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને સફળતા મળી ન હતી. અંતે સુનલિતાએ ગોલ કર્યો હતો. જવાબમાં ચીન માત્ર બે ગોલ કરી શક્યું હતું.પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન ગોલકીપર નિધિએ શાનદાર દેખાવ કરી ચીનના ત્રણ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા.