સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની 15 ખેલાડીઓની ભારતીય ટીમ ચાર ટી-20 મેચની સીરીઝ રમવા સોમવારે (4 નવેમ્બર) દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. 8મી નવેમ્બરે પહેલી મેચ ડરબનમાં, 10મીએ બીજી મેચ ગેબેર્હામાં, 13મીએ
ત્રીજી મેચ સેન્ચુરીઅનમાં અને 15મી નવેમ્બરે ચોથી ટી-20 મેચ જોહાનિસ્બર્ગમાં રમાશે.
ભારતીય ટીમમાં સુકાની સૂર્યકુમાર યાદવ ઉપરાંત અભિષેક શર્મા, સંજુ સેમસન અને જિતેશ શર્મા (બન્ને વિકેટકીપર), રીંકુ સિંઘ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંઘ, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, વિજયકુમાર વ્યશક, આવેશ ખાન અને યશ દયાલનો સમાવેશ થાય છે.
તો દક્ષિણ આફ્રિકાની ટીમમાં સુકાની એડન માર્કરામ ઉપરાંત ઓટનીલ બાર્ટમેન, જેરાલ્ડ કોટ્ઝે, ડોનોવાન પરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાન્સેન, હેન્રીક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મોંગવાના, નાબા પીટર, રાયન રીકલટન, એન્ડાઈલ સીમલેન, લુથો સિપામ્લા અને ટ્રિસ્ટાન સ્ટબ્સનો સમાવેશ થાય છે.