ગાઝાના ત્રાસવાદી સંગઠન હમાસને સમર્થન આપવા બદલ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીના યુએસ વિઝા રદ કરાયા હતાં અને તેથી તેને અમેરિકા છોડવું પડ્યું હતું.
હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે હિંસા અને આતંકવાદની હિમાયત અને હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર એફ-1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશેલા ભારતીય નાગરિક રંજની શ્રીનિવાસનના વિઝા 5 માર્ચે રદ કરાયા હતાં. શ્રીનિવાસને 11 માર્ચે સેલ્ફ ડિપોર્ટેશન માટે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના હોમ એપનો ઉપયોગ કર્યો હતો. ગૃહ સુરક્ષા સચિવ ક્રિસ્ટી નોએમે અમેરિકામાં રહેવા અને અભ્યાસ કરવા માટે વિઝા મળવો એક વિશેષાધિકાર છે. તમે હિંસા અને આતંકવાદની હિમાયત કરો છો, ત્યારે તે વિશેષાધિકાર રદ થાય છે.
