પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીયોએ યુકેમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારા લોકોની સંખ્યામાં ટોચ પર રહેવાનું ચાલુ રાખ્યું છે પરંતુ માઈગ્રેશન પર અંકુશ લાદવાના યુકે સરકારના નિર્ણયને કારણે હવે તેઓ યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું ટાળી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.

તા. 22ના રોજ જાહેર થયેલા હોમ ઑફિસના જૂન 2024 સુધીના આંકડા દર્શાવે છે કે ઉચ્ચ અભ્યાસ માટે યુકે આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં 23 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ આશ્રિત પરિવારના સભ્યોને સાથે લાવવાના અધિકાર પરના કડક નિયંત્રણો જવાબદાર છે. તેમ છતાં ડિગ્રી પછી બે વર્ષ બ્રિટનમાં કામ કરવા માટેના ગ્રેજ્યુએટ રૂટ વિઝા ક્ષેત્રે સૌથી મોટા જૂથનું ભારતીયો પ્રતિનિધિત્વ કરે છે.

જૂન 2024 ના અંતે પૂરા થયેલા વર્ષમાં ભારતીય નાગરિકોને 110,006 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા (કુલ સંખ્યાના 25 ટકા) આપવામાં આવ્યા હતા, જે અગાઉના વર્ષ કરતા 32,687 ઓછા હતા. આ જ રીતે ભારતીય નાગરિકો ગ્રેજ્યુએટ રૂટમાં 67,529 વિઝા સાથે સૌથી મોટા જૂથનું પ્રતિનિધિત્વ કર્યું હતું જે કુલ સંખ્યાના 46 ટકા છે.”

આ ઘટાડો વિદેશી વિદ્યાર્થીઓની ઘણી ઊંચી ફી પર આધાર રાખતી અને નાણાકીય દબાણનો સામનો કરતી યુકેની યુનિવર્સિટીઓમાં ચિંતાનું કારણ બનશે.

ગત વર્ષે ભારતીયોએ પ્રવાસ ચાર્ટમાં પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, જેમાં ભારતીયોને યુકેના 25 ટકા અને ચીનના નાગરિકોને 24 ટકા વિઝિટર વિઝા મંજૂર થયા હતા.

“’હેલ્થ એન્ડ કેર વર્કર’ના વિઝાની સંખ્યા પણ એપ્રિલ અને જૂન 2024 વચ્ચે 81 ટકા ઘટીને 6,564 ગ્રાન્ટ થઈ છે. 2023માં કુલ 35,470 વિઝા આપવામાં આવ્યા હતા.

હોમ ઑફિસે અગાઉ તેની માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (MAC) દ્વારા IT અને એન્જિનિયરિંગના બે ચોક્કસ જોબ સેક્ટરમાં વિદેશી કામદારો પર યુકેની નિર્ભરતા ઘટાડવા માટે સ્વતંત્ર સમીક્ષાની જાહેરાત કરી હતી. આ વિઝાનો મોટો હિસ્સો ધરાવતા ભારતીય IT પ્રોફેશનલ્સને આગામી મહિનાઓમાં MAC રિવ્યુ રજૂ કરવામાં આવ્યા બાદ અસર થવાની શક્યતા છે.

હોમ ઑફિસમાં માઇગ્રેશન એન્ડ સીટીઝનશીપ માટેના ભારતીય મૂળના મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ આ અઠવાડિયે ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ માં લખ્યું હતું કે “આ ક્ષેત્રો યુ.કે.ના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્વપૂર્ણ છે. હેલ્થ કેરથી લઈને IT સુધીના વ્યવસાયો માટે સ્થાનિક તાલીમનો અભાવ હોવાથી એમ્પલોયર્સે વિદેશી ભરતી પર તેમની નિર્ભરતા વધારવી પડે છે.

LEAVE A REPLY