ડિઝનીલેન્ડમાં ત્રણ દિવસની રજાઓ માણ્યા પછી ભારતીય મૂળની એક મહિલાએ તેના ૧૧ વર્ષના પુત્રની કથિત રીતે ગળુ કાપીને હત્યા કરી હતી. કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્નીના કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવાયું છે કે 48 વર્ષીય સરિતા રામરાજુ સામે તમામ આરોપોમાં સાબિત થશે તો તેને મહત્તમ 26 વર્ષની આજીવન કેદની સજા થઈ શકે છે.
૨૦૧૮માં પુત્રીના પિતા સાથે છૂટાછેડા લીધા પછી રામરાજુ કેલિફોર્નિયાની બહાર જતી રહી હતી. આ પછી તે કસ્ટડી મુલાકાત માટે સાન્ટા એનાના એક મોટેલમાં તેના પુત્ર સાથે રહી હતી. મુલાકાત દરમિયાન તેને પોતાના અને તેના પુત્ર માટે ડિઝનીલેન્ડ માટે ત્રણ દિવસના પાસ ખરીદ્યા હતાં. ૧૯ માર્ચે રામરાજુએ પુત્રને પિતા પાસે પરત મોકલવાનો હતો, પરંતુ તે દિવસે તેને સવારે ૯.૧૨ વાગ્યે ૯૧૧ પર ફોન કરીને જાણ કરી કે તેનેએ તેના પુત્રની હત્યા કરી છે અને આત્મહત્યા માટે ગોળીઓ ખાઈ લીધી છે.
