(istockphoto.com)

ભારત સ્થિત હોટેલ ઓપરેટર ઓયોની પેરેન્ટ કંપનીએ 525 મિલિયન ડોલરમાં બજેટ મોટેલ ચેઇન મોટેલ 6ને હસ્તગત કરવાની સમજૂતી કરી છે.

મોટેલ 6ની પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટીની માલિકી ધરાવતી ન્યૂ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોને શુક્રવારે જાહેરાત કરી હતી કે આ સોદો $525 મિલિયનનું ઓલ કેશ ટ્રાન્ઝેક્શન છે. ટ્રાન્ઝેક્શનમાં સ્ટુડિયો 6 મોટેલ બ્રાન્ડના વેચાણનો સમાવેશ થાય છે. આ સોદો વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

માત્ર એક દાયકા પહેલા ભારતમાં લોન્ચ કરાયેલ ઓયો છેલ્લા કેટલાક વર્ષોમાં યુ.એસ.માં તેની હાજરીમાં વધારો કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે હાલમાં 35 રાજ્યોમાં 320 હોટેલ ચલાવે છે અને આ વર્ષે 250 વધુ હોટેલ્સ ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે.

ઓયોના ઇન્ટરનેશન ડિવિઝનના વડા ગૌતમ સ્વરૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “આ એક્વિઝિશન અમારા જેવી સ્ટાર્ટઅપ કંપની માટે અમારી આંતરરાષ્ટ્રીય હાજરીને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.”

બ્લેકસ્ટોને 2012માં $1.9 બિલિયનમાં મોટેલ 6 અને સ્ટુડિયો 6 ખરીદ્યા હતા. આ પછી આ પ્રાઇવેટ ઇક્વિટી કંપનીએ બ્રાન્ડમાં ભારે રોકાણ કર્યું છે અને તેને હોટેલ ચેઇનમાં એક ફ્રેન્ચાઇઝી બનાવી છે.

LEAVE A REPLY