બ્રેમ્પટનમાં 3 નવેમ્બર, 2024માં એક કૉન્સ્યુલર કૅમ્પમાં ભારતીયો. IMAGE VIA @HCI_Ottawa ON MONDAY, NOV. 4, 2024 (PTI Photo)

ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગુરુવાર, 7 નવેમ્બરે જણાવ્યું હતું કે કેનેડિયન સુરક્ષા અધિકારીઓએ આયોજકોને લઘુત્તમ સુરક્ષા આપવાની અસમર્થતા વ્યક્ત કર્યા પછી તે તેના કેટલાક નિર્ધારિત કોન્સ્યુલર કેમ્પને રદ કરી રહ્યું છે.

બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા સહ-આયોજિત કોન્સ્યુલર કેમ્પે ખાલિસ્તાની તત્વોએ હંગામો કર્યાના થોડા દિવસ પછી આ જાહેરાત કરાઈ હતી. ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કમ્યુનિટી કેમ્પ માટે કેનેડાની એજન્સીએ લઘુતમ સુરક્ષા પૂરી પાડવાની અસમર્થતા વ્યક્ત કરી છે, તેથી કોન્સ્યુલેટે કેટલાક સુનિશ્ચિત કોન્સ્યુલર કેમ્પને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

3 નવેમ્બરના રોજ, બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિન્દુ ભક્તો પર હુમલો કર્યો હતો. તે સમયે ખાલિસ્તાનીઓએ કોન્સ્યુલર ઇવેન્ટમાં પણ વિક્ષેપ પાડ્યો હતો. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા આ ઘટનાની નિંદા કરીને જણાવ્યું હતું કે દરેક કેનેડિયનને મુક્તપણે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.ભારતે એવી અપેક્ષા સાથે હુમલાની નિંદા કરી કે હિંસામાં સામેલ લોકો “કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે”.

LEAVE A REPLY