વિશ્વ હિન્દી દિવસ 2025 નિમિત્તે વોશિંગ્ટન ડીસીસ્થિત ઇન્ડિયન એમ્બેસી અને ઇન્ટરનેશનલ હિન્દી એસોસિએશન (IHA)-અમેરિકા દ્વારા હિન્દી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અમેરિકા (હોમ સ્કૂલ સહિત)માં અભ્યાસ કરી રહેલા 9થી 12 ગ્રેડના તમામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
જેમાં કેટેગરી-1 અંતર્ગત અહીં દર્શાવેલ વિષયો-1 ભારતીય સંસ્કૃતિ ઔર પરંપરાએ અને 2. અમેરિકામાં રહનેવાલે યુવા હિન્દી ક્યો સીખેં? માંથી કોઇપણ એક વિષયની પસંદગી કરવાની રહેશે. આ ઉપરાંત કેટેગરી-2માં લઘુ કથા છે, જેમાં અંગત અનુભવ, ટુચકો, રમૂજી પ્રસંગ અને સ્મરણ વિશે જણાવવાનું રહેશે. આ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 3 જાન્યુઆરી, 2025 છે. નિબંધ અથવા વાર્તા મોકલવાની અંતિમ તારીખ 8 જાન્યુઆરી 2025 છે અને 10 જાન્યુઆરી 2025ના રોજ વિજેતા જાહેર કરાશે. તમામ નિબંધ અથવા વાર્તા હિન્દીમાં વધુમાં વધુ ત્રણ મિનિટના એમપી 4 વિડીયો ફોર્મેટમાં મોકલવાના રહેશે. દરેક કેટેગરીમાં ત્રણ વિજેતા જાહેર કરાશે અને તેમને એમ્બેસી દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. વિજેતાઓની વિગતો એસોસિએશનની ત્રિમાસિક જર્નલ-‘વિશ્વ’માં પ્રકાશિત કરાશે. વધુ વિગત માટે [email protected], [email protected] અથવા ડો. શૈલ જૈનનો 330-421-7528 નંબર પર સંપર્ક કરવો.

LEAVE A REPLY