કેટલાક ઠગ ઇન્ડિયન એમ્બેસીના નામે લોકો પાસેથી નાણા અને વ્યક્તિગત માહિતી માગતા હોવાનું ન્યૂયોર્કના ઇન્ડિયન કોન્સલ જનરલના ધ્યાને આવ્યું હતી. આથી કોન્સલ જનરલ બિનાયા એસ પ્રધાને શુક્રવારે આવા કોલ કરીને ઠગાઇ કરનારા અને નકલી એજન્ટોથી સતર્ક રહેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી એક માર્ગદર્શિકા જાહેર કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, “કોન્સ્યુલેટ અથવા એમ્બેસીના નામે કરવામાં આવતા ઠગ લોકોના કોલના ગંભીર મુદ્દા તરફ હું તમારું ધ્યાન દોરવા ઇચ્છું છું. અનેકવાર સલાહ આપવા છતાં, આવા છેતરપિંડીયુક્ત કોલ ચાલુ રહે છે. હું ફરીથી જણાવું છું કે, કોન્સ્યુલેટ અથવા ઇન્ડિયન એમ્બેસી ક્યારેય વ્યક્તિગત માહિતી, પાસપોર્ટની વિગતો અથવા નાણા માગવા માટે આવા કોલ કરતું નથી. આથી મહેરબાની કરીને કોઈપણ વ્યક્તિગત માહિતી આપશો નહીં કે કોઈ નાણા ચુકવશો નહીં. વધુ ફી વસૂલતા ગેરકાયદે એજન્ટોથી પણ સાવધ રહો.” આ ઉપરાંત તેમણે કોઇને કંઇ પણ સમસ્યા હોય તો સરકારી ઇમેઇલ આઈડી પણ જાણ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જો તમને આવી કોઇ સમસ્યા હોય તો સોશિયલ મીડિયા પર અમારો સંપર્ક કરો અથવા cons.newyork at mea.gov.in પર જાણ કરો. સતર્ક રહો, સુરક્ષિત રહો.”

LEAVE A REPLY