ભારતમાં કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ થયેલા ત્રાસવાદી હુમલાને ઇન્ડિયન અમેરિકન સાંસદો અને સામુદાયિક સંગઠનોએ વખોડીને ભારત પ્રત્યે સહાનુભૂતિ અને એકતા દર્શાવી હતી. કોગ્રેસમેન શ્રી થાનેદાર, રીપ્રેઝન્ટટેટિવ પ્રમિલા જયપાલ, રીપ્રેઝન્ટટેટિવ એમિ બેરા, કોંગ્રેસમેન રો ખન્ના, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ, રીપ્રેઝન્ટટેટિવ સુહાસ સુબ્રમણ્યમે આ હુમલામાં નિર્દોષ નાગરિકોની હત્યાને ગંભીરતાપૂર્વક વખોડીને નિવેદન આપ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા ઇન્ડિયન અમેરિકન હિમાયતી જૂથોએ પણ તાત્કાલિક નિવેદન આપીને ત્રાસવાદને નાથવા માટે વૈશ્વિક એકતા દર્શાવવા અરજ કરી હતી. FIIDS USA, હિન્દુ એક્શન અને ધ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GOPIO)ના પ્રેસિડેન્ટ પ્રકાશ શાહે નિવેદન કરીને આ ક્રુર ત્રાસવાદી કૃત્યને વખોડીને જણાવ્યું હતું કે, “જ્યારે પણ ત્રાસવાદીઓ આવું જઘન્ય કૃત્ય કરે ત્યારે વિશ્વ ચુપચાપ ઊભા રહીને તમાશો જોઇ શકે નહીં અને આ મુદ્દે તમામ રાષ્ટ્રોએ એક થવું જોઈએ અને ત્રાસવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓ સામે સંયુક્ત કાર્યવાહી થવી જોઈએ. ત્રાસવાદનો અંત લાવવાનો આ એકમાત્ર વિકલ્પ છે.”
————-

LEAVE A REPLY