જાણીતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન એમી બેરા (ડેમોક્રેટિક-કેલિફોર્નિયા)ની ડેમોક્રેટિક નેતા હાકીમ જેફરીઝ દ્વારા 119મી કોંગ્રેસની હાઉસ પર્મેનન્ટ સીલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સમાં ફરીથી નિમણૂક કરવામાં આવી હતી. આ કમિટી સીઆઇએ, એનએસએ અને ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ જેવી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓની કામગીરી પર દેખરેખ રાખે છે. આ અંગે એમી બેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ કમિટીમાં મારી ફરીથી નિમણૂક થતાં હું સન્માનની લાગણી અનુભવું છું. આ કમિટી દેશની સુરક્ષા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દેશ-વિદેશમાં વધી રહેલા પડકારોને ધ્યાન રાખીને કમિટીનું કાર્ય જરૂરી છે. હું મારા સાથીઓ સાથે કામ કરવા ઉત્સુક છું.”
ગત કોંગ્રેસ દરમિયાન એમી બેરા કમિટીમાં પ્રથમવાર જોડાયા હતા, અગાઉ તેઓ નેશનલ ઇન્ટેલિજન્સ એન્ટપ્રાઇઝ, નેશનલ સિક્યુરિટી એજન્સી અને સાઇબર સબકમિટીઓમાં કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ વર્તમાન કોંગ્રેસમાં હાઉસ ફોરેન અફેર્સ સબકમિટી ઓન ઇસ્ટ એશિયા એન્ડ પેસિફિકમાં રેન્કિગ મેમ્બર છે.

LEAVE A REPLY