પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિદેશમાં વસતા ભારતીયોએ  2023માં 120 બિલિયન રેમિટન્સ વતનમાં મોકલ્યું હતું. આ રકમ આ સમયગાળા દરમિયાન મેક્સિકોને મળેલા 66 બિલિયન કરતાં લગભગ બમણી છે. વિશ્વના ટોચના પાંચ રેમિટન્સ લાભાર્થી દેશોમાં ચીનને 50 બિલિયન ડોલર, ફિલિપાઇન્સને 39 બિલિયન ડોલર અને પાકિસ્તાનને 27 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, એમ બુધવારે વિશ્વબેન્કે જારી કરેલા રીપોર્ટમાં જણાવાયું હતું.

વર્લ્ડબેન્કના રીપોર્ટ મુજબ 2023માં ભારતને મળેલા રેમિટન્સમાં 7.5 ટકાનો વધારો થયો હતો, જે અમેરિકાના બજારમાં ફુગાવામાં ઘટાડો તથા શ્રમ બજારમાં મજબૂતાઈનો સંકેત આપે છે. ભારતના કુશળ કામદારો માટે અમેરિકા રોજગારીનું સૌથી મોટું માર્કેટ છે.

બીજી તરફ પાકિસ્તાનને મળેલું રેમિટન્સ 12 ટકા ઘટી 2023માં 27 બિલિયન ડોલર થયું હતું, જે 2022માં 40 બિલિયન ડોલર હતું.

ભારતને અમેરિકામાં સૌથી વધુ રેમિટન્સ મળ્યું હતું. ભારતને મળતા રેમિટન્સના બીજા સૌથી મોટા સ્રોતમાં યુનાઇટેડ આરબ અમિરાતનો સમાવેશ થાય છે. દેશને કુલમાંથી 18 ટકા રેમિટન્સ યુએઇમાંથી મળ્યું હતું. ફેબ્રુઆરી 2023માં થયેલી સમજૂતીને કારણે યુએઇમાંથી નાણાપ્રવાહમાં વધારો થયો છે. ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનમાં દિરહામ અને રૂપિયાનો ઉપયોગથી સત્તાવાર ચેનલો દ્વારા વધુ પૈસા મોકલવાનો માર્ગ સરળ બન્યો હતો. સંયુક્ત આરબ અમીરાત ઉપરાંત, સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન અને કતાર ભારતના કુલ રેમિટન્સમાં 11 ટકા હિસ્સો આપે છે.

વિશ્વ બેંકે જણાવ્યું હતું કે ભારતમાં રેમિટન્સ 2024માં 3.7 ટકા વધીને 124 બિલિયન ડોલર થવાનું અનુમાન છે અને 2025માં ચાર ટકાના દરે વધી 129 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. યુનાઈટેડ આરબ અમીરાત અને સિંગાપોર જેવા સ્ત્રોત દેશો સાથે તેના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઇ)ને લિંક કરવાના ભારતના પ્રયાસોથી ખર્ચમાં ઘટાડો થશે અને રેમિટન્સમાં ઝડપ આવશે

LEAVE A REPLY