અમદાવાદમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી ઇંગ્લેન્ડને 142 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં પ્રવાસી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. શુભમન ગિલની શાનદાર સદી અને ભારતીય બોલર્સના ઝંઝાવાત સામે ઇંગ્લેન્ડ ટકી શક્યું નહોતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે ગિલની સદી અને ઐયરની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 356 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ સતત સંઘર્ષ કર્યા બાદ 34.2 ઓવરમાં 214 રન કર્યા હતા. ભારતે આ સાથે ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી હતી. શુભમન ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હત. 57 રનના કપરા લક્ષ્યાંક સામે રમતી ઇંગ્લેન્ડની ટીમ તેની ઇનિંગ્સના કોઈ પણ તબક્કે ટારગેટ ચેઝ કરવા શક્તિમાન જણાતી ન હતી. ભારતે ચુસ્ત બોલિંગ કરવા ઉપરાંત નિયમિત અંતરે વિકેટો ખેરવી હતી જેને કારણે અંગ્રેજ ટીમ લડત આપી શકી ન હતી. આ સિરીઝ બાદ ભારત હવે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે જે માટેની ટીમ મંગળવારે જાહેર થઈ હતી. ભારત આ વખતે જસપ્રિત બુમરાહ વિના રમશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)