હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીનું નિર્માણ કરવાની ચીનની જાહેરાતનો સખત વિરોધ કરતાં ભારતે જણાવ્યું હતું કે આ કહેવાતી કાઉન્ટીઓનો કેટલીક વિસ્તાર ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. આવા પગલાઓ આ પ્રદેશમાં બેઇજિંગના ગેરકાયદેસર અને બળજબરીપૂર્વક કબજાને કાયદેસરતા આપશે નહીં.
આકરી પ્રતિક્રિયામાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ કહેવાતા કાઉન્ટીઓના કેટલાક ભાગો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે અને ચીનની કાર્યવાહીથી સાર્વભૌમત્વ અંગે નવી દિલ્હીના વલણમાં કોઇ ફેરફાર થશે નહીં.
ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ સીમા મુદ્દાના ઉકેલ માટે પાંચ વર્ષ પછી મંત્રણાઓ ચાલુ કર્યાના થોડા દિવસો પછી ચીનને આ પ્રાંતમાં કાઉન્ટીની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
જયસ્વાલે કહ્યું હતું કે અમે ચીનના હોટન પ્રીફેક્ચરમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપના સંબંધિત જાહેરાત જોઈ છે. આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના વિસ્તારો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. અમે આ વિસ્તારમાં ભારતીય વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર કબજાનો ક્યારેય સ્વીકાર્યો નથી. આ વિસ્તારમાં કાઉન્ટીની સ્થાપના કરવાથી આ વિસ્તાર પર ભારતના લાંબા સમયના દાવોને કોઇ અસર થશે નહીં. તેનાથી આ વિસ્તારના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના ચીનના કબજાને પણ કાયદેસરતા મળતી નથી. અમે રાજદ્વારી માધ્યમો દ્વારા ચીની પક્ષ સાથે ગંભીર વિરોધ નોંધાવ્યો છે.ભારત અને ચીને સરહદી મંડગાઠનો ઉકેલ લાવવાની સમજૂતી થયા પછી પછી ચીન આ અટકચાળુ કર્યું છે.