ખાલિસ્તાની ભાગલાવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના કથિત ષડયંત્ર અંગે અમેરિકા દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ કરવા માટે ભારત સરકારે રચેલી ઇન્કવાયરી કમિટીએ “એક અજાણ્યા વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી” કરવાની ભલામણ કરી છે.
15 જાન્યુઆરીના રોજ પ્રેસ રિલીઝમાં ષડયંત્રમાં ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારીની સંડોવણીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો પરંતુ તે વ્યક્તિથી સરકારે અંતર જાળવ્યું હતું. તેમણે અમેરિકન પ્રોસીક્યુટર્સ દ્વારા ઓળખાયેલા પન્નુ અથવા યાદવનું નામ આપવાનું ટાળ્યું હતું, અને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરવા દબાણ કર્યુ હતું.
નવેમ્બર 2023માં રચાયેલી આ કમિટીને ભૂતપૂર્વ ભારતીય સરકારી કર્મચારી વિકાસ યાદવ સાથે સંકળાયેલા કેસની તપાસ સોંપાઇ હતી. ઓક્ટોબર 2024માં, અમેરિકન જસ્ટીસ ડીપાર્ટમેન્ટે યાદવ સામે ષડયંત્રના મુદ્દે હત્યાની સોપારી આપવાનો અને મની લોન્ડરિંગના આરોપો દાખલ કર્યા હતા. અમેરિકન પ્રોસીક્યુટર્સના જણાવ્યા મુજબ, અત્યારે ન્યૂયોર્કની જેલમાં રહેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ વિકાસ યાદવ સાથે મળીને પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે આ હત્યા માટે એક હત્યારાને 100,000 ડોલર ચૂકવવા તૈયારી દર્શાવી હતી. પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે ધરાવે છે, તે પ્રતિબંધિત સંગઠન-શીખ ફોર જસ્ટિસનો નેતા છે અને ભારતે તેને ત્રાસવાદી જાહેર કરેલ છે.

LEAVE A REPLY