પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ 2024માં 127 દેશોમાં ભારત છેક 105મા ક્રમે આવ્યું છે. ભારત હજુ પણ ‘ગંભીર’ કેટેગરીમાં આવે છે. ‘ગંભીર’ કેટેગરીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત કુલ 42 દેશોનો સમાવેશ કરાયો છે. જોકે ભારત કરતાં બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની સ્થિતિ સારી છે અને તેમને ‘મોડરેટ’ કેટગરીમાં મૂકાયા છે.

ચાલુ વર્ષના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI)માં ભારતનો સ્કોર 27.3 રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાનું પ્રમાણ ઊંચું છે. ભારતમાં 13.7 ટકા વસ્તી ઓછા પોષણથી પીડાય છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના 35.5 ટકા બાળકોની યોગ્ય વૃદ્ધિ થતી નથી. 18.7 ટકા બાળકો ખૂબ દુર્બળ છે, જ્યારે 2.9 ટકા બાળકો પાંચ વર્ષના થાય તે પહેલા મૃત્યુ પામે છે.

આઇરિશ માનવતાવાદી સંગઠન કંસર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની સહાય એજન્સી વેલ્ટહંગરહિલ્ફે આ સપ્તાહે 2024 માટેનો તેનો રીપોર્ટ જારી કર્યો હતો, જેનો હેતુ વિશ્વના ગરીબ દેશોમાં ભૂમખરાની સમસ્યા પર નજર રાખવાનો છે.
આ રીપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે 2030 સુધીમાં ઝીરો હંગરનો યુનાઇટેડ નેશનનો લક્ષ્યાંક હાંસલ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. વૈશ્વિક સ્તરે આશરે 73.3 કરોડ લોકો પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળવાને કારણે દરરોજ ભૂખમરાનો સામનો કરે છે, જ્યારે આશરે 2.8 અબજ ડોલરને તંદુરસ્ત આહાર પરવડતો નથી.

આફ્રિકાના ઘણા દેશોમાં ભૂખમરાની સમસ્યા ખૂબ જ તીવ્ર છે. આ દેશોને એલાર્મિંગ કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યા છે. ગાઝા અને સુદાનમાં યુદ્ધને કારણે અનાજની ગંભીર કટોકટી ઊભી થઈ છે. સંઘર્ષ અને ગૃહયુદ્ધોને કારણે કોંગો, હૈતી, માલી અને સીરિયા સહિતના દેશોમાં ફૂડ ક્રાઇસિસ ઊભી થઈ છે.

LEAVE A REPLY