પાકિસ્તાન અને ભારતે રવિવારે તેમના પરમાણુ મથકોની યાદીની આપ-લે કરી હતી. બંને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારાના કિસ્સામાં આ અણુ મથકો પર હુમલો કરી શકાશે નહીં. આશરે ત્રણ દાયકાથી દર વર્ષે બંને દેશો એકબીજાના અણુ મથકોની આપ-લે કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરે, 1988માં કરવામાં આવેલી અને 27 જાન્યુઆરી 1991ના રોજ સુધારવામાં આવેલી સમજૂતી અણુ મથકો અને ફેસિલિટી પર યુદ્ધના કિસ્સામાં હુમલા કરી શકાતા નથી. આ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાને અણુ મથકોની યાદી આપલે કરવી પડે છે.