ભારતે 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ઓલિમ્પિકના લક્ષ્યને ધ્યાનમાં રાખતા ભારતે પહેલા 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ દાવેદારી નોંધાવી છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટે દાવો કર્યો છે. ભારત તરફથી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)એ રજૂઆત કરતો પત્ર મોકલ્યો હોવાનું જણાયું છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવા ઈચ્છતા દેશો માટે દાવો કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ)એ તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કર્યું હતું. ભારતના રમત-ગમત પ્રધાન મનસુખ માંડવિયાએ કોમનવેલ્થ રમતોનું આયોજન કરવામાં ભારતને રસ હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY