AP/PTI
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસ પછી હવે ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે બે સીરીઝ રમશે, એ પછી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જો કે, 2024માં હવે ભારત કોઈ વન-ડે મેચ રમવાનું નથી.
બાંગ્લાદેશ સામેની સીરીઝમાં બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 તથા ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. એ પછી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમ ફક્ત ચાર ટી-20 મેચ રમશે. એ પછી, ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ એક ડે-નાઈટ સહિત ફક્ત પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે.
બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં તથા બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. એ પછી પ્રથમ ટી-20 હિમાચલ પ્રદેશના ધરમશાલામાં 6 ઓક્ટોબરે, બીજી ટી-20 દિલ્હીમાં 9 ઓક્ટોબરે અને છેલ્લી મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે ભારત ઘરઆંગણે ફક્ત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરે બેંગ્લોર અને બીજી ટેસ્ટ 28 ઓક્ટોબરથી પૂણેમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 5 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.

LEAVE A REPLY