દક્ષિણ આફ્રિકાએ ભારતમાંથી વિવિધ જાતની કેરીની આયાત કરવાની પરવાનગી આપી છે. ભારતના એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સિમ્મી ઉન્નીકૃષ્ણને ગયા અઠવાડિયે  જોહાનિસબર્ગમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે આયોજિત ‘ભારત કેરી ઉત્સવ 2024’ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
સ્થાનિક વેપારીઓ અને મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે “અમને ગયા વર્ષે કેરી માટે બજારમાં પ્રવેશ મળ્યો હતો અને હવે ગુજરાતથી ભારતમાં 1.5 મેટ્રિક ટન કેરીનો સપ્લાય રવાના કરાયો છે.
આ કાર્યક્રમમાં મહેમાનોને આ પ્રસંગ માટે ખાસ લાવવામાં આવેલી ભારતીય કેરીઓની વિવિધ જાતોના નમૂના લેવાની તક આપવામાં આવી હતી. અહીં આલ્ફોન્સો, (કેરીના રાજા), તોતાપુરી, રાજાપુરી, બદામી, કેસર અને નીલમ વગેરે રજૂ કરાઈ હતી.
ભારત વિશ્વમાં કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વૈશ્વિક ઉત્પાદનના 50 ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. દક્ષિણ આફ્રિકા વિશ્વની કેરીઓમાં 17 ટકા હિસ્સો ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે “દક્ષિણ આફ્રિકાની સરકાર પાસેથી પરવાનગી મેળવવી મુશ્કેલ હતી. એક સમયગાળો હતો જ્યાં વિશ્લેષણ કરવું પડતું હતું. આ પ્રસંગે બોલતા કોન્સ્યુલ જનરલ મહેશ કુમારે જણાવ્યું હતું કે, “માર્કેટ એક્સેસ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેથી જો આપણે તેને આયાત કરી શકીએ અને લોકોને પરિચિત કરી શકીએ, તો અમે આવતા વર્ષથી ડેટા મેળવી શકીશું કે આપણે દક્ષિણ આફ્રિકાના બજારમાં વેચવા માટે કેટલાં સક્ષમ છીએ.

LEAVE A REPLY