(ANI Photo)

પૂણેના MCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શનિવાર, 26 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને 113 રનથી હરાવીને 3 મેચની ટેસ્ટ સિરિઝ 2-0થી જીતી લીધી હતી.ભારતીય ટીમ છેલ્લા 12 વર્ષથી ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. છેલ્લી વખત ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં 2012માં હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે 4 મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. સિરીઝની એક મેચ પણ ડ્રો રહી હતી.

ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 8 વિકેટે હરાવ્યું હતું. શ્રેણીની હાર સાથે ભારતીય ટીમના નામે ઘણા શરમજનક રેકોર્ડ નોંધાયા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 1955 થી ટેસ્ટ મેચો રમાઈ રહી છે, પરંતુ કિવી ટીમે આ પહેલા ક્યારેય ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવી નથી. આ પ્રવાસ પહેલા કિવી ટીમે ભારતમાં માત્ર 2 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હરાવ્યું હતું. હવે ન્યુઝીલેન્ડની ટીમે સતત 2 ટેસ્ટ જીતી છે અને ભારતની હારની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે. કીવી ટીમે 69 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો છે.

તાજેતરમાં બાંગ્લાદેશે ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. ભારતીય ટીમની હોમ ગ્રાઉન્ડ પર આ સતત 18મી ટેસ્ટ શ્રેણી જીત હતી. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કોઈ ટેસ્ટ સિરીઝ હારી નથી. જોકે, રોહિત શર્મા એન્ડ કંપનીએ આ ટ્રેન્ડ તોડી નાખ્યો છે.
ન્યૂઝીલેન્ડ આપેલા 359 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતીય બેટ્સમેનોએ ફરી એક વખત ધબકડો વાળ્યો હતો અને 245 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતાં. યશસ્વી જયસ્વાલના 77 અને રવિન્દ્ર જાડેજાએ 42 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટરો નિષ્ફળ રહ્યાં હતાં.

બીજા દિવસની રમતને અંતે ન્યૂઝીલેન્ડ મજબૂત પકડ જમાવી હતી. ભારતની ટીમ પ્રથમ દાવમાં 45.3 ઓવરમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ જતાં ન્યૂઝીલેન્ડને પ્રથમ ઇનિંગમાં મહત્ત્વની 103ની લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે 53 રન રન આપીને સાત વિકેટ ઝડપી હતી.

બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમ 86 રન, વિલ યંગ 23, ડેરીલ મિચેલ 18, ડેવોન કોનવે 17 અને રચિન રવીન્દ્ર 9 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિનને 1 વિકેટ મળી હતી. સુંદરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપતા મેચમાં કુલ 11 વિકેટ ઝડપી લીધી હતી.

બેંગ્લુરુની જેમ પૂણેમાં પણ ટીમ ઈન્ડિયાની હાલત નબળી જોવા મળી હતી. બીજી ટેસ્ટમાં ધબડકો થતાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોર મિડલ ઓર્ડર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. તેને 46 બોલમાં 38 રન કર્યાં હતાં. પ્રથમ ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ અનુક્રમે શૂન્ય અને એક રન જ બનાવીને આઉટ થયા હતાં. મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડ વતી સૌથી વધુ 7 વિકેટો ઝડપી હતી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ 2 અને સાઉથી 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ દાવના આધારે 103 રનની લીડ મળી

યશસ્વી જયસ્વાલ 30 રન બનાવી ગ્લેન ફિલિપ્સના બોલ પર ડેરિલ મિશેલના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ રિષભ પંત (18) પણ ક્લીન બોલ્ડ થયો હતો. પંત જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 83/5 હતો. ત્યારબાદ સરફરાઝ ખાન (11) કેચ આઉટ થયો અનેરવિચંદ્રન અશ્વિન (4) પણ મિશેલ સેન્ટનરનો શિકાર બન્યો હતો. અશ્વિન આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 103/7 હતો.

LEAVE A REPLY