રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ભારતની પ્રશંસા કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારત વિશ્વની મહાસત્તાઓની યાદીમાં સામેલ થવા માટે લાયક છે. ભારતનું અર્થતંત્ર અન્ય કોઈપણ દેશની તુલનામાં ઝડપથી વધી રહ્યું છે. રશિયાના સોચિમાં ‘વલ્દાઇ ડિસ્ક્શન ક્લબ’માં સંબોધન કરતાં પ્રેસિડેન્ટ પુતિને વઘુમાં કહ્યું હતું કે, ભારતની સાથે રશિયા તમામ દિશાઓમાં સંબંધ વિકસિત કરી રહ્યું છે અને દ્વિપક્ષીય સંબંધોમાં એક-બીજા પર બંને દેશોને ગાઢ વિશ્વાસ છે. દોઢ બિલિયનની વસ્તી, દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી પ્રગતિ, પ્રાચીન સસ્કૃતિ અને ભવિષ્યમાં વિકાસની ખૂબ સારી શક્યતાઓને કારણે ભારતને ચોક્કસપણે (મહાસત્તા)ઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. ભારતને મહાન દેશ કહીને પુતિને કહ્યું કે, અમે ભારતની સાથે તમામ દિશાઓમાં સંબંધ વિકસિત કરી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે, હવે વસ્તીના મામલામાં સૌથી મોટો દેશ છે, જેની વસ્તી 1.5 બિલિયન છે, અને સાથે જ જ્યાં પ્રતિ વર્ષ વસ્તીમાં એક કરોડની વૃદ્ધિ થાય છે. ભારત આર્થિક પ્રગતિની દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે.

 

LEAVE A REPLY