ભારતમાંથી ખાંડની નિકાસ 8 એપ્રિલ સુધીમાં 2.87 લાખ ટન નોંધાઇ હતી. ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, આ માર્કેટિંગ વર્ષમાં 8 એપ્રિલ સુધીમાં દેશમાંથી 2,87,204 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. સૌથી વધુ સોમાલિયા ખાતે 51,596 ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બરનું હોય છે. એસોસિએશને કહ્યું હતું કે સુગર મિલોએ અત્યાર સુધીમાં 2,87,204 ટન ખાંડની નિકાસ કરી છે અને બીજી 17,837 ટન ખાંડ નિકાસના ઓર્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. સોમાલિયા પછી બીજા ક્રમે સૌથી વધુ ખાંડની નિકાસ અફઘાનિસ્તાનમાં 48,864 ટનની કરવામાં આવી છે. ત્યાર પછીના ક્રમે શ્રીલંકામાં 46,757 ટન અને લિબિયામાં 30,729 ટન ખાંડ ભારતમાંથી મોકલવામાં આવી છે. ભારતે જિબૂટી ખાતે 27,064 ટન, યુએઈ ખાતે 21,834 ટન, તાન્ઝાનિયા ખાતે 21,141 ખાતે, બાંગ્લાદેશ ખાતે 5589 ટન અને ચીન ખાતે 5427 ટન ખાંડની નિકાસ કરી છે. એસોસિએશને કહ્યું કે ખાંડની નિકાસની ગતિ ધીમી છે, પરંતુ એક મહિનામાં ગતિ વધશે તેવો અંદાજ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેની ખાંડના ભાવ પર અસરને પણ ધ્યાનમાં લેવી પડશે કારણ કે તેમાં ઈથેનોલની મહત્વની ભૂમિકા છે. વર્ષ 2023-24માં ખાંડની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ 20 જાન્યુઆરી, 2025ના રોજ ખાંડની નિકાસ પરના નિયંત્રણ દૂર કરવામાં આવ્યા હતા. જોકે હાલના તબક્કે પણ 10 લાખ ટનની નિકાસ જ મંજૂર કરવામાં આવી છે.

LEAVE A REPLY