14 ફેબ્રુઆરી, 2025 ના રોજ ચીનના પૂર્વીય શેનડોંગ પ્રાંતના કિંગદાઓમાં બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં જાપાનના હિરોકી મિડોરીકાવા અને નાત્સુ સૈતો સામેના તેમના મિક્સ્ડ ડબલ્સ મેચ દરમિયાન ભારતના ધ્રુવ કપિલા (જમણે) અને તનિષા ક્રાસ્ટો (Photo by -/AFP via Getty Images)

ચીનમાં રવિવારે પુરી થયેલી બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપ્સમાં ભારતના પડકારનો તો ગયા સપ્તાહે શુક્રવારે જ અંત આવી ગયો હતો. ધ્રુપ કપિલા અને તનિશા ક્રેસ્ટોનો મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં હોંગ કોંગ અને ચીનના પાંચમા ક્રમના સ્પર્ધકો તાંગ ચુન માન અને ત્સે યિંગ સુએત સામે 41 મિનિટના મુકાબલામાં 20-22, 13-21થી પરાજય થયો હતો.

તે અગાઉ બે વખતની ઓલિમ્પિક્સ મેડલ વિજેતા અને ભારતની મોખરાની ખેલાડી પી વી સિંધુ વધુ એક વાર નિષ્ફળ રહી છે. પી વી સિંધુ અને પ્રિયાંશુ રાજાવત તેમની પ્રિ ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની મેચમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયા હતા.

ગુરુવારે રમાયેલી મેચમાં 29 વર્ષની સિંધુએ વિશ્વમાં ચોથા ક્રમની અને આ ટુર્નામેન્ટમાં ત્રીજો ક્રમાંક ધરાવતી જાપાની ખેલાડી યામાગુચી સામે ભારે સંઘર્ષ કર્યા બાદ 12-21, 21-16, 16-21થી હારી ગઈ હતી. હાલમાં વિશ્વમાં 17મો ક્રમાંક ધરાવતી સિંધુએ વિમેન્સ સિંગલ્સની આ મેચમાં 66 મિનિટ સંઘર્ષ કર્યો હતો.

પુરૂષોની સિંગલ્સમાં પ્રિયાંશુ રાજાવત પણ જાપાની હરીફ કોડાઈ નારાઓકા સામે 14-21, 17-21થી સીધા સેટમાં હારી ગયો હતો.

કિરણ જ્યોર્જના અભિયાનનો પણ અંત આવી ગયો હતો. વિશ્વમાં પાંચમા ક્રમના થાઈલેન્ડના કુનાલાવુત વિતીદસરન સામે તેનો 21-19, 13-21, 16-21થી પરાજય થયો હતો. આમ મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો.

LEAVE A REPLY