(PTI Photo/Shailendra Bhojak)

સંજુ સેમસનની શાનદાર પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સેન્ચુરીની મદદથી શનિવારે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ભારતની 133 રનની શાનદાર જીત થઈ હતી અને ભારતે 3-0થી શ્રેણી પોતાના નામે કરી હતી. ભારતે બેટિંગ પસંદ કરીને છ વિકેટે 297 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. આની સામે બાંગ્લાદેશની ટીમ સાત વિકેટે 164 રન કરી શકી હતી.

સંજુ સેમસનને 47 બોલમાં 111 રન કર્યા હતાં. તેને રાહિત શર્મા પછી ટી-20માં બીજા ક્રમે સૌથી ઝડપી સદી ફટકારી હતી. સંજુ સેમસને 11 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતાં. સુર્યકુમાર યાદવે 35 બોલમાં 75 રન કર્યા હતાં. હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 47 રન, રિયાન પરાગે 13 બોલમાં 34 રન ફટકાર્યા હતા. જેના લીધે ટીમ ઈન્ડિયા ટી20માં પોતાનો રેકોર્ડ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

બાંગ્લાદેશી ટીમ ઈન્ડિયાના ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. તેને 7 વિકેટમાં 20 ઓવરની સમાપ્તિ પર માત્ર 164 જ રન બનાવ્યા હતાં. બાંગ્લાદેશ તરફથી તૌહિદ હૃદોય 62 રન સાથે અણનમ રહ્યો હતો. જ્યારે રવિ બિશ્નોઈ 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ સાથે બિશ્નોઈએ ટી20માં કુલ 50 વિકેટ લીધી હતી.

ટી20 મેચમાં સંજુ સેમસને રિશાદ હુસૈનની એક જ ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારી રેકોર્ડ સર્જ્યો હતો. સંજુએ 40 બોલમાં 100 રન બનાવી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સદી ફટકાર બીજો ક્રિકેટર બન્યો છે. અગાઉ માસ્ટર બ્લાસ્ટર રોહિત શર્માએ 2017માં 35 બોલ પર સદી ફટકારી ઝડપી સદી ફટકારનાર પ્લેયર તરીકે ઈતિહાસ સર્જ્યો હતો.

LEAVE A REPLY