ભારતનાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને 9 ઓગસ્ટે લોકસભામાં બેન્કિગ કાયદા(સંશોધન) બિલ 2024 રજૂ કર્યું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે દરેક બેંક ખાતેદાર એક એકાઉન્ટ માટે ચાર ‘નોમિની’ સુધીના નામ દાખલ કરાવી શકશે. અત્યાર સુધી એક બેંક એકાઉન્ટમાં એક જ નોમિની રાખવાનો નિમય છે. જો બેન્કિંગ કાયદા(સંશોધન) બિલ સંસદમાંથી પસાર થાય છે, તો હવે નોમિનીને વધારીને ચાર સુધી કરી શકાશે. જોકે, આ વૈકલ્પિક જોગવાઈ હશે.
લોકસભામાં રજૂ કરાયેલા આ બિલમાં એક મોટા ફેરફારની જોગવાઈ સામેલ છે. આ અંતર્ગત કંપનીના ડાયરેક્ટરોના સબસ્ટેન્શિયલ ઈન્ટરેસ્ટને ફરીથી પરિભાષિત કરવામાં આવ્યો છે અને આ અંતર્ગત પાંચ લાખ રૂપિયાની વર્તમાન મર્યાદાને વધારીને બે કરોડ રૂપિયા સુધીની કરવામાં આવી છે, જે લગભગ છ દાયકા પહેલા નક્કી કરાઈ હતી. જોકે, લોકસભામાં વિપક્ષના કેટલાક સભ્યોએ ગૃહમાં આ બિલ રજૂ કરવાની બાબતને લઈને વિરોધ નોંધાવ્યો છે.

LEAVE A REPLY