ANI Photo)

ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે રવિવાર, 9 માર્ચે દુબઇના સ્ટેડિયમમાં હોટ ફેવરિટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં દુબઈના આ જ મેદાનમા ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોવાથી ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર મનાય છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલના પુનરાવર્તનની આશા છે.

ભારતની ટીમે છેલ્લે 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ગીલ, કોહલી અને ઐયર જેવા ધરખમ બેટ્‌સમેનોની સાથે હાર્દિક-અક્ષરનો ઓલરાઉન્ડ દેખાવ તેમજ શમી, વરૂણ ચક્રવર્તી અને જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતને સુનિશ્ચિત કરવા માટે પુરતી છે. ન્યૂઝીલેન્ડનો મદાર યંગ, વિલિયમસન, મિચેલ તેમજ લાથમ જેવા બેટ્‌સમેનો પર રહેશે. રચિન અને ફિલિપ્સ જેવા ઓલરાઉન્ડરોની સાથે બોલિંગમાં જેમીસન, ઓ’રોઉર્કે તેમજ હેનરી કમાલ કરી શકે છે.

ભારતની બેટિંગ લાઈનઅપ મજબૂત અને જબરજસ્ત ફોર્મમાં ઓપનર ગીલની સાથે વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરતા સદીઓ ફટકારી છે. કોહલીએ એક સદી અને એક અડધી સદી સાથે 217 રન તેમજ ગીલે એક સદી સાથે 157 રન નોંધાવ્યા છે. જ્યારે ઐયરે પણ બે અડધી સદી સાથે 195 રન ફટકાર્યા છે. ભારતીય બેટ્‌સમેનોનો ન્યૂઝીલેન્ડના સ્પિનર સાન્ટનર અને ફાસ્ટર જેમીસન સામેનો મુકાબલો રસપ્રદ રહેશે. .

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બનનારી ટીમને કુલ રૂ.20 કરોડની ઈનામી રકમ મળશે. આઇસીસીની જાહેરાત મુજબ ચેમ્પિયન ટીમને 22.4 લાખ અમેરિકી ડોલર મેળવશે. જ્યારે રનરઅપ ટીમને 11.2 લાખ અમેરિકી ડોલર એનાયત થશે.

LEAVE A REPLY