(ANI Photo)
ભારત સરકારે હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની સુરક્ષા ઝેડ પ્લસથી વધારીને એએસએલ (એડવાન્સ સિક્યોરિટી લાયઝન) કરવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. હવે મોહન ભાગવતને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેવી સુરક્ષા મળી છે. અત્યાર સુધી તેમને પાસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની Z-પ્લસ કેટેગરીની સુરક્ષા મળતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પછી ગૃહ મંત્રાલયે ભાગવતને ASL સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો. એએસએલ સ્તરની સુરક્ષા અનુસાર સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની ભાગીદારી છે, એટલે કે મોહન ભાગવત જે સ્થળે કોઈ કાર્યક્રમ માટે જશે, ત્યાં એક ટીમ સ્થળનું નિરીક્ષણ કરવા જશે. તેમની લીલી ઝંડી મળ્યા બાદ જ તેમને સ્થળ પર જવા દેવામાં આવશે.

LEAVE A REPLY