વિમાનોની ડિલિવરીમાં વધારાને પગલે યુરોપની વિમાન ઉત્પાદક કંપની એરબસનો ચોખ્ખો નફો 2024માં 12 ટકા ઉછળીને 4.2 બિલિયન યુરો થયો હતો. વિમાનોની ડિલિવરી 4.2 ટકા વધી 766 યુનિટ થઈ હતી, જેનાથી કંપનીની આવક છ ટકા વધીને 69.2 બિલિયન યુરો થઈ હતી.
વિમાન ઉત્પાદન કંપનીઓ માટે વિમાનની ડિલિવરી તેના નાણાકીય દેખાવનું મુખ્ય ઇન્ડિકેટર હોય છે, કારણ કે એરલાઇન કંપનીઓ સામાન્ય વિમાનની ડિલિવરી મળે તે પછી ચુકવણી કરતી હોય છે.
કોરોના મહામારી દરમિયાન સ્ટાફમાં અને ઉત્પાદનમાં કાપ પછી એરબસ અને તેની હરીફ કંપની બોઇંગ તથા તેમના સપ્લાયરો ઉત્પાદનમાં વધારો કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ બંને કંપનીઓ પાસે ઓર્ડરનો મોટો બેકલોગ છે કારણ કે એરલાઇન્સે નવીનતમ ઇંધણ બચત એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યા છે જે ઓછા ઓપરેટિંગ ખર્ચ ઓફર કરે છે.નેટ ઓર્ડર 2023માં બમ્પર વર્ષથી ઘટીને 2,094થી ઘટીને 826 વિમાન થયા હતાં.
ચીફ એક્ઝિક્યુટિવ ગુઇલોમ ફૌરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને 2024માં તમામ બિઝનેસમાં મજબૂત ઓર્ડર મળ્યાં છે, જે અમારી પ્રોડક્ટ્સ અને સર્વિસની નક્કર માગની પુષ્ટી કરે છે. કંપની 2024ના અંદાજને હાંસલ કર્યો છે. કંપની 2025માં વિમાન ડિલિવરીને સાત ટકા વધારીને 820 વિમાન કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
