વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન આશરે નવ એકરમાં ફેલાયેલું એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર ખુલ્લુ મૂક્યું હતું. ઇસ્કોનનું આ પહેલું મંદિર છે, જેમાં સ્થાપક સ્વામી શ્રીલ પ્રભુપાદનું સ્મારક બનાવવામાં આવ્યું છે. આ મંદિરને શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિર નામ આપવામાં આવ્યું છે. આ મંદિર 12 વર્ષમાં પૂર્ણ થયું હતું. આ મંદિરના નિર્માણમાં લગભગ રૂ.200 કરોડનો ખર્ચ થયો છે.16 જાન્યુઆરીથી ભક્તો અહીં ભગવાનના દર્શન કરી શકશે.
મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલ પ્રભુપાદ સ્વામીને યાદ કર્યા હતાં અને કહ્યું કે તેમણે એવા સમયે વેદ, વેદાંત અને ગીતાના મહત્વને આગળ વધાર્યું જ્યારે દેશ ગુલામીની બેડીમાં હતો.તેમણે ભક્તિવેદાંતને સામાન્ય લોકો સાથે જોડવા માટે અનુષ્ઠાન કર્યું હતું. 70 વર્ષની ઉંમરે લોકો પોતાની ફરજ પૂરી કરે છે, ત્યારે તેમણે ઇસ્કોન જેવું મિશન શરૂ કર્યું હતું.
9 એકરમાં ફેલાયેલું આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. તે તેની ભવ્યતા અને સ્થાપત્ય માટે ખાસ ચર્ચામાં છે. સફેદ-ભૂરા માર્બલથી બનેલા મંદિરની સુંદરતા મનમોહક છે. ચાંદીના દરવાજા પર ગદા, શંખ, ડિસ્ક અને ધ્વજની કોતરણી છે. મુખ્ય રૂમમાં કૃષ્ણના 3D ચિત્રો, દશાવતારની કલાકૃતિઓ છે. મંદિર સંકુલમાં 5-6 એકર હરિયાળી તેને વધુ આકર્ષક બનાવે છે.
નવી મુંબઈનું આ મંદિર ભક્તિ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો સંગમ છે. 200 કરોડના ખર્ચે બનેલું આ મંદિર એશિયાનું બીજું સૌથી મોટું ઈસ્કોન મંદિર જ નથી, પરંતુ ભારતીય પરંપરાઓનું ભવ્ય પ્રતીક પણ છે.
વિશ્વમાં લગભગ 800 ઇસ્કોન મંદિરો છે, જેમાંથી કેટલાક ખૂબ પ્રખ્યાત છે. ભારતમાં વૃંદાવનનું ઇસ્કોન મંદિર, જેની સ્થાપના શ્રીલ પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી.
