(ANI Photo/Sanjay Sharma)

ભારતમાં યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મધ્યસ્થા ચાલુ કરી હોય તેમ છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ સપ્તાહ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે ચર્ચા કરવા માટે મોસ્કોની યાત્રા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી હતી અને તેના નેતાઓ વ્લાદિમીર પુતિન અને વોલોદિમીર ઝેલેન્સકીને મળ્યા હતા. આ પછી ડોભાલ મોસ્કો જઈ રહ્યાં છે. જોકે ડોભાલની મોસ્કો યાત્રાની વધુ વિગતો જારી કર્યા નથી.

અગાઉ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેઓ યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ભારત, ચીન અને બ્રાઝિલના સંપર્કમાં છે. તેઓ આ સંઘર્ષના ઉકેલ માટે  નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છે. જો યુક્રેન વાટાઘાટો ચાલુ કરવા ઇચ્છતું હોય તો તેઓ તે માટે તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની ઐતિહાસિક મુલાકાતના બે સપ્તાહ પછી પુતિને આ ટીપ્પણી કરી હતી. મોદીએ તાજેતરમાં પુતિન ઉપરાંત યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સકી સાથે પણ વાતચીત કરી હતી.

રશિયન પ્રેસિડન્ટના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ઇઝવેસ્ટિયા દૈનિકને કહ્યું હતું કે ભારત યુક્રેન સાથે વાતચીત સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. મોદી અને પુતિન વચ્ચેના હાલના ઘણા જ અત્યંત રચનાત્મક, મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન આ સંઘર્ષમાં સામેલ દેશો પ્રથમદર્શીય માહિતી મેળવવામાં મોખરે રહી શકે છે, કારણ કે પુતિન, ઝેલેન્સકી અને અમેરિકનો સાથે મુક્તપણે વાતચીત કરી શકે છે. આનાથી ભારત માટે વૈશ્વિક બાબતોમાં તેના પ્રભાવનો ઉપયોગ કરીને આદર્શ તક છે, જેથી અમેરિકા અને યુક્રેનના નેતાઓને વધુ રાજકીય ઇચ્છાશક્તિનો ઉપયોગ કરી શાંતિપૂર્ણ સમાધાનના માર્ગમાં પ્રવેશવા તરફ પ્રેરિત કરી શકાય.

 

LEAVE A REPLY