(ANI Photo)
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં સોમવારે (30 ડિસેમ્બર) બોર્ડર–ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં 184 રને પરાજય થયો હતો. રમતના અંતિમ દિવસે 340 રનના ટાર્ગેટ પછી ભારત બીજા દાવમાં 155 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું. મેલબોર્નમાં ટેસ્ટ ક્રિકેટમાં 13 વર્ષ પછી ભારતનો પરાજય થયો છે. આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાને હવે પાંચ મેચની સીરીઝમાં 2-1 સરસાઈ મળી છે. હવે પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ટી બ્રેક સુધી ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને ભારત સુરક્ષિત જણાતું હતું, પરાજયની શક્યતા સાવ નજીવી હતી, પણ છેલ્લા સત્રમાં ભારતે જોતજોતામાં બાકીની સાત વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિતના સુકાનીપદે છેલ્લા બે મહિનામાં છ ટેસ્ટમાંથી ભારતનો આ પાંચમો પરાજય છે. ન્યૂઝીલેન્ડ સામે 3-0ની ક્લીન સ્વીપ પછી ઓસ્ટ્રેલિયામાં એડિલેઈડ અને મેલબોર્નમાં ટીમનો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 474 રન કર્યા હતા. તેમાં સ્ટીવ સ્મિથની સદી (140) અને નવોદિત ઓપનર સામ કોન્સ્ટાસના આક્રમક 60 રન ઉપરાંત લબુશેનના 72, ઉસ્માન ખ્વાજાના 57 તથા સુકાની પેટ કમિન્સના 49 મુખ્ય હતા. ભારત તરફથી બુમરાહે ચાર, જાડેજાએ ત્રણ, આકાશ દીપે બે તથા વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે નિતિશ રેડ્ડીની શાનદાર સદી તથા સુંદરના 50ના મુખ્ય પ્રદાન સાથે 369 રન કર્યા હતા. આ બન્નેની 8મી વિકેટની 127 રનની ભાગીદારીના પગલે ભારત ફોલોઓન નિવારી શક્યું હતું, નહીં તો ભારતે સાતમી વિકેટ 221 રને ગુમાવી દીધી ત્યારે તેના માથે ફોલોઓનનો ભય તોળાતો હતો. આ રીતે, પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.
ભારતે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમની છ વિકેટ તો 91 રનમાં ખેરવી નાખી હતી, પણ એ પછી સુકાની કમિન્સ, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડે ભારતીય બોલર્સને બરાબરના હંફાવ્યા હતા અને છેલ્લી ચાર વિકેટે 142 રન ઉમેર્યા હતા. ભારત તરફથી બુમરાહે પાંચ અને મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી.
 234 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ સરસાઇ સહિત ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 339 રન હતી અને ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાને માત્ર એક દિવસ જ રમવાનું હોવા છતાં તે ન તો મેચ જીતી શકી હતી કે ન તો ડ્રો કરી શકી હતી.

LEAVE A REPLY