(ANI Photo)

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતની ટીમ ગુરુવારે માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેટ હેનરી અને વિલ ઓ’રોર્કે નવા બોલથી તબાહી મચાવી દીધી હતી. ભારતની ટીમ ઘરઆંગણે ટેસ્ટ મેચમાં તેના સૌથી નીચા સ્કોર સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે માત્ર 31.2 ઓવરની બેટિંગ હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતાં. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યા હતાં.
ભારતમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રહેલા ઓ’રોર્કે વિરાટ કોહલી (0), યશસ્વી જયસ્વાલ (13), અને કેએલ રાહુલ (0) ની વિકેટો લઈને ભારતને સૌથી વધુ નુકસાન કર્યું હતું. તેને 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મેટ હેનરીએ લંચ પછીના સત્રમાં ભારતના નીચલાની વિકેટો ખેરવી હતી. તેને 15 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

અગાઉ ભારતના સૌથી ઊંચા સ્કોરની વાત કરીએ તો 2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટર માત્ર 36 રનમાં જ ઢળી પડ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.

1974માં લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. જ્યાં ભારતને ઇનિંગ્સ અને 285 રનના મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે 629 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 302 રન બનાવવામાં સફળ રહી હતી. પક્ષી ટીમે ભારતને ફોલોઓન કર્યું હતું. આ વખતે ભારતીય ટીમની હાલત ખરાબ હતી અને આખી ટીમ 42 રનમાં સમેટાઈ ગઈ હતી.1947માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના સામે માત્ર 58 રનમાં સમેટાઈ ગઈ હતી.

 

LEAVE A REPLY