એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઇટમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. ફ્લાઇટમાં બેસેલા કેટલાંક પેસેન્જરે દાવો કર્યો હતો કે શરાબનો સ્ટોક સમાપ્ત થઈ ગયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે સુરતથી બેંગકોંકની બોઇંગ 737-8 સાથે ફ્લાઇટનો પ્રારંભ કર્યો હતો. પ્લેનની પેસેન્જર ક્ષમતા 176 હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી છે.
બજેટ એરલાઇનના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે સુરતથી બેંગકોકની ફ્લાઇટમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે સ્ટોક ખતમ થયો છે, પરંતુ સ્ટોક ખતમ થયો ન હતો. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે, ફ્લાઇટ દરમિયાન મુસાફરોને 100 મિલીથી વધુ દારૂ પીરસવામાં આવતો નથી.એરલાઇન પાંચ પ્રકારના દારૂ ફ્લાઇટમાં ઓફર કરે છે.
