(Photo by NARINDER NANU/AFP via Getty Images)

કપિલ શર્માના કોમેડી શોમાં તેની પત્નીની ભૂમિકા શુમોના ચક્રવર્તી ભજવી રહી છે. તે અગાઉ પણ ટીવી સિરીયલમાં કામ કરતી હતી. પરંતુ તે વધુ જાણીતી કપિલ શર્માના શોથી થઈ છે. આ શો અંગે તેણે સ્પષ્ટતા કરી છે કે, કપિલ શર્માનો સમગ્ર શો સ્ક્રિપ્ટેડ હતો અને તે જે પણ કંઈ કરતી હતી તે માત્ર તેના અભિનયના ભાગરૂપે હતું.

એક ઇન્ટરવ્યૂમાં શુમોનાએ અન્ય ઘણી વાચો કરી હતી. તેણે કહ્યું કે ટીવીમાં કામ કર્યાં પછી તેને કોમેડીમાં સહજ થતાં ઘણો સમય લાગ્યો હતો, “મારી પોતાની સેન્સ ઓફ હ્યુમર અલગ પ્રકારની છે, પરંતુ મારી અંગત સેન્સ ઓફ હ્યુમર શો માટે યોગ્ય નથી, એ અહીં કામ લાગશે નહીં. તો મારા માટે એ માત્ર શુદ્ધ એક્ટિંગ જ હતી. તે કરતાં મને બહુ લાંબો સમય લાગી ગયો.”

આ ભૂમિકા માટેની પોતાની તૈયારી અંગે શુમોનાએ કહ્યું,“અમને જ્યારે સ્ક્રિપ્ટ મળતી હતી, ત્યારે હું એ લોકોમાંની હતી, હું કાગળ અને પેન લઇને બેસતી હતી, મહત્વની વાતોને હાઇલાઇટ કરતી હતી, તે વાંચતી, શબ્દે-શબ્દ પાક્કા કરતી કારણ કે પંચલાઇન મહત્વની છે. તેનાથી પણ વધારે, મારે કપિલના ડાયલોગ પણ યાદ રાખવાના હતા કારણ કે ટાઇમિંગ મહત્વનું છે.” શુમોનાએ છેલ્લે વધુ એક રીયાલિટી શો- ખતરોં કે ખિલાડીમાં કામ કર્યું. હવે કપિલ શર્માએ વધુ એક સીઝનની જાહેરાત તો કરી છે, પરંતુ શુમોના તેમાં નથી અને તે માટે એનો સંપર્ક કરાયો નથી, આ બાબતે શુમોના કપિલથી નારાજ હોવાની પણ ચર્ચા છે.

LEAVE A REPLY