(Photo by Parker Song-Pool/Getty Images)

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને માનવ અધિકારો અને લોકશાહી માટેના તેમના પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે. ગયા ડિસેમ્બરમાં સ્થાપવામાં આવેલા પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA)ના સભ્યોએ સોમવારે આ જાહેરાત કરી હતી. આ એલાયન્સના સભ્યો નોર્વેના રાજકીય પક્ષ પાર્ટીએટ સેન્ટ્રમ સાથે પણ જોડાયેલા છે.

2019માં પણ ઇમરાન ખાનને દક્ષિણ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતાં. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દર વર્ષે, નોર્વેજીયન નોબેલ સમિતિને સેંકડો નામાંકનો મળે છે અને ત્યારબાદ તેઓ આઠ મહિનાની લાંબી પ્રક્રિયા દ્વારા વિજેતાની પસંદગી કરે છે.પાકિસ્તાનના મુખ્ય વિપક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના સ્થાપક ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે.

 

LEAVE A REPLY