અમેરિકામાં મંગળવારની રાત્રે પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાંક વિચિત નિવેદનો આપ્યા હતા.

ઇમિગ્રન્ટ વિરોધી ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ બિલાડીઓ અને પાલતુ પ્રાણીઓ ખાય છે. આપણા દેશમાં દરરોજ હજારો ગુનેગારો આવી રહ્યા છે. તેઓ કૂતરા ખાય છે, તેઓ લોકોના પાળતુ પ્રાણી ખાઈ જાય છે. દર મહિને લાખ્ખો લોકો આપણા દેશમાં ઘુસી રહ્યાં છે. અહીં મોડરેટરે ટ્રમ્પને અટકાવતા કહ્યું હતું કે આના કોઈ પુરાવા મળ્યા નથી. ટ્રમ્પ આવું બોલી રહ્યાં હતા ત્યારે કમલા હેરિસના ચહેરા પર હાસ્ય દેખાતું હતું. હૈતીના ઇમિગ્રન્ટ્સ પાલતુ પ્રાણીઓ ખાતા હોવાની અફવાના સંદર્ભમાં ટ્રમ્પે આવું કહ્યું હતું.

 

LEAVE A REPLY