નોર્થ ફ્રાન્સમાં રોકાયેલા ઇલીગલ માઇગ્રન્ટ્સ કહે છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મરે રવાન્ડા યોજનાને રદ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી તેઓ ઇંગ્લિશ ચેનલને પાર કરતા પહેલા લેબર સરકાર આવે તેની રાહ જોઈ રહ્યા છે.
ફ્રાન્સના ડંકીર્ક નજીકના ગ્રાન્ડ-સિન્થ કેમ્પમાં રહેતા મોટાભાગના ઇલીગલ માઇગ્રન્ટ્સનો ધ ટેલિગ્રાફ દ્વારા સંપર્ક કરાતા રવાન્ડા યોજના વિશે જાણતા લોકોએ જણાવ્યું હતું કે તેઓ દેશનિકાલ થવાની ધમકીથી ચિંતિત હતા. જ્યારે કેટલાકે કહ્યું કે જો તેઓને તક મળશે તો તેઓ હજી પણ ક્રોસિંગનો પ્રયાસ કરશે. તો અન્ય લોકોએ કહ્યું કે તેઓ 4 જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી પછી રાહ જોવાનું પસંદ કરશે.
ઋષિ સુનકે સોમવારે કહ્યું હતું કે “તેઓ સ્ટારમર સરકારની રાહ જોતા કેલેમાં રોકાયા છે, જેથી તેઓ અહીં આવી શકે અને અહીં રહી શકે.”
આ વર્ષે લગભગ 12,901 લોકો યુકે આવ્યા હતા જે ગયા વર્ષની સરખામણીએ 17 ટકા અને 2022માં અગાઉના રેકોર્ડ કરતાં આઠ ટકા વધુ હતા.
ધ ટેલિગ્રાફ માટે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ અને શેડો હોમ સેક્રેટરી, યવેટ કૂપરે લેખ લખ્યો હતો.