અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ અવકાશયાત્રીઓ બેરી “બુચ” વિલ્મોર અને સુનિતા “સુની” વિલિયમ્સનો ઓવરટાઇમ પોતાના ખિસ્સામાંથી ચૂકવશે. બંને અવકાશયાત્રી અવકાશમાં નવ મહિના અવકાશમાં ફસાયા પછી આ અઠવાડિયે પૃથ્વી પર પાછા ફર્યા છે.
આ મિશન 8 દિવસનું હતું, પરંતુ અવકાશયાનના થ્રસ્ટર્સમાં સમસ્યાને કારણે તેઓ 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અટવાયેલાં રહ્યાં હતાં. ઇલોન મસ્કના અવકાશયાનની મદદથી તેમને 19 માર્ચે પાછાં લાવવામાં આવ્યાં હતાં. આ અંગે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ ઓવરટાઇમ માટે બંને અવકાશયાત્રીઓને વધારાનો પગાર આપશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “કોઈએ મને આ અંગે ક્યારેય કહી કહ્યું નથી. જો મારે જરૂર પડશે, તો હું મારા પોતાના ખિસ્સામાંથી ચૂકવીશ.”
વિલ્મોર અને વિલિયમ્સને અવકાશમાં દરેક દિવસ માટે દરરોજ 5 ડોલરનું દૈનિક ભથ્થું મળ્યું છે. તેથી વધારાના પગાર પેટે 1,430 ડોલર થાય છે. નાસા અનુસાર, તેમના વાર્ષિક પગાર લગભગ 152,258 ડોલર છે. આ ઉપરાંત, વિલ્મોર અને વિલિયમ્સને અવકાશમાં તેમના 286 દિવસ માટે લગભગ USD 1,430 મળ્યા છે.
